ઈશ્વર અલ્લા

૩૫૦. ઈશ્વર અલ્લા
―――――――――――――――――――――――――――
ક્યારેક તો મંદિરોને મસ્જિદો કોઈકને ખટકશે,
ત્યારે જ ધર્મ પાછળની આંધળી દોટ અટકશે,

ધર્મનું ચડેલું આંધળું જૂનુંન આ જે તબાહી કરે,
પણ ત્યારે જ એ અંધવિશ્વાસ શુળીએ લટકશે,

અલ્લાહ ઈશ્વરના ભેદી જવાબ ભલે લઈ બેઠા,
પાછા અસત્યની રાહેથી એ બહુ જલ્દી છટકશે

આ ધરતીનું દરેક તત્વ એકાકાર તો એટલું છે,
ઇચ્છસે જ્યારે આતમ, ત્યારે જ આંખ મટકશે,

કેમ નથી ડરતો આ યુગનો માણસ અહર્નિશ,
પ્રકૃતિ પણ થાકશે ત્યારે વિનશી કેર ઝટકશે,

ખુદા તું જ મારા ઈશ્વરને હવે તો મળાવી દેને,
પછી ક્યાં પાછો જીવ વારંવાર પ્રાણો પટકશે,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧:૪૩ બપોર, ૦૮/૦૩/૨૦૧૭ )
―――――――――――――――――――――――――――
© Poem No. 350
Language – Gujrati
―――――――――――――――――――――――――――

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s