૩૪૮. યાદ કરીને…
―――――――――――――――――――――――――――
શુ કરું હવે હું પણ તને યાદ કરીને,
વિસરાયેલી બધી ફરિયાદ કરીને,

છોડી ગઈ છે સાવ મઝધારે,
નાવડીમાં ઉભા સાદ કરીને,

રણમાં વરસતા ઓંસ જેવી,
હાથમાં ઝીલી પ્રસાદ કરીને,

શુ કરું હવે હું પણ તને યાદ કરીને,
વિસરાયેલી બધી ફરિયાદ કરીને,

પ્રેમમાં આપીને વાયદાઓ,
ભૂલી છે બધું શરૂઆત કરીને,

ભલે પ્રેમમાં પાગલ ન હતી,
તડપાવે છે, રજુઆત કરીને,

શુ કરું હવે હું પણ તને યાદ કરીને,
વિસરાયેલી બધી ફરિયાદ કરીને,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૦૯:૦૬ સવાર, ૧૯/૦૨/૨૦૧૭ )
―――――――――――――――――――――――――――
© Poem No. 348
Language – Gujrati
―――――――――――――――――――――――――――

Advertisements