ઈશ્વર કણકણમાં છે…

૪. ઈશ્વર કણકણમાં છે…
———————————————
“પણ તું ભગવાનને કેમ નથી માનતો…?” આકૃતિએ પાસે બેઠેલા શ્યામને હાથની હથેળીને સહેજ દબાવતા પૂછી લીધું…

“શુ કામ હું માનું ભગવાનને, આ પથ્થરો, કબરો, મૂર્તિઓ, સમાધિઓ, આરસપહાણના મંદિરો, મસ્જિદો, ચર્ચો, ગુરુદ્વારા કે ગમે તે કેમ ન હોય. હું શું કામ જાઉં ક્યાંય જ્યારે હું જાણું છું કે ઈશ્વર, અલ્લાહ, જીજસ અને બધાજ માન્યતાના મનાતા મારી સાથે જ છે…”

“એટલે તું કહેવા શુ માંગે છે…?” સ્નેહા અચંબાભેર શ્યામને તાકી રહી હતી.

“તું જે સમજે છે, પણ સ્વીકારવા નથી માંગતી એ જ…” શ્યામે સહેજ આકાશ તરફ જોતા કહ્યું “શુ આ ઈશ્વર, અલ્લાહ અને જીજસ સૃષ્ટિના કણકણમાં વ્યાપ્ત નથી…??”

“હા…”
“તો અઢી મણના મારામાં એ કેમ ન હોય…” શ્યામે ઘણી પળો સુધી આભને તાક્યા કર્યું અને સ્નેહા પણ એના હાથને જરાક કસીને બેસી રહી હતી. એ ઈશ્વરના અસ્તિત્વને સમજી ચુકી હતી.

[ માઇક્રોફિક્શન વાર્તા – ૪ ]
———————————————
~ સુલતાન સિંહ ‘જીવન’
( ૦૩:૦૩ બપોર, ૧૯/૦૨/૨૦૧૭ )

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s