વિચારવૃંદ ( ૦૯/૦૨/૨૦૧૭)

આજ કાલની મૂંઝવતી સમસ્યા છે, વાયરસ અને લખાણ ચોરીવાદીઓ…

સોશિયલ મીડિયામાં એવા નઠારા લોકો છે જેમને મહેનત વગર મેવા ખાવાના હરખ હોય છે. તાકાત સિપાહી ની નથી હોતી બનવાના સપના હીટલર હોય છે…

અહીં વાત છે લખાણ ચોરવાની…

આજકાલના સોશિયલ મીડિયામાં ઘણા લેખક, કવિ મિત્રો વગેરેના લાખણો ચોરાવા લાગ્યા છે. ખરેખર એ નથી સમજાતું કે લોકોને એવી કઇ બાદશાહી દુનિયાને બતાવવી હોય છે કે જેની આવડત પોતાનામાં છે નઈ પણ તેમ છતાં એ બીજાને શો કરવા કોઈકના લાખાણો પોતાના નામે કરી ખોટો ક્રેડિટ લેવા માંગતા હોય છે. પણ છેલ્લે જતા તો એની પડદા પાછળની આંચકી લેવાની વ્યક્તિમત્તા સમય સાથે લોકો સામે ખુલ્લી તો પડે જ છે…

ત્યારે બાદશાહી વિખરીને ધ્વસ્ત થઇ જાય છે…

આતો વાત થઈ સાહિત્યમાં રસિક તરીકે મારા વિચારોની….
——————————————
હવે ભાવક તરીકે નો જવાબ પણ છે…

ઘણા કવીમિત્રો અને લેખકમિત્રો ચોરાયેલા પોતાના શબ્દો જ્યારે પોતાને પાછા મળે ત્યારે એના ફોટા/સ્ક્રીનશોટ મૂકી એમને જાહેર કરી દેવા લાગ્યા છે. જે ૧૦૦% ઉચિત જ છે.

પણ છેલ્લે એમના દ્વારા જે પ્રશ્ન મુકાય છે કે આ જોઈને આપણને ગુસ્સો આવો જોઈએ કે ખુશી, અથવા દુઃખ થવું જોઈએ કે હરખ… તો એનો જવાબ છે…

આપણે આમા ન તો ખુશ થવું કે ના દુઃખી થવું….

પણ આનંદ જરૂર થવો જોઈએ કે આપણા વિચારો પણ લોકો કોપી કરે છે, અને એનો મતલબ સાફ છે કે આપણા લખાણમાં કંઇક તો છે જે લોકોને સ્પર્શી રહ્યું છે… એક સાહિત્ય પ્રેમી તરીકે બીજું આપણે જોઈએ પણ શું..? વાહવાઈ એજ તો કવિ/લેખકોનો ખોરાક હોય છે… 🙂

કારણ કે ચોરી તો હીરા અને માણેકની થાય સાહેબ… પથ્થરની ચોરીઓ કરતા ચોર કદી જોયા છે ખરા…??

પછી આપની ઈચ્છા મેં તો બસ મારો મત જણાવ્યો છે…

————–
બાકી ગીતાના આદર્શો ઘણા ધર્મગ્રંથોમાં કોપી થયા છે, થાય છે, અને થતા રહેવાના છે… પણ કૃષ્ણ ક્યાં કોઇના સ્ક્રીનશોટ મૂકે છે સોશિયલ મીડિયામાં… 🙂
————–

~ સુલતાન સિંહ ‘જીવન’
( વિચારવૃંદ – ૦૯/૦૨/૨૦૧૭ )

વધુ માહિતી માટે
Raosultansingh@gmail.com
Http://vichaarvrund.wordpress.com/

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s