ફેબ્રુઆરી – ૨૦૧૭

આંબલી થી ખરેલા પાનની કહાની છે,
વાત તો પ્રેમની, એથી પણ સુહાની છે,
હોઠનો સ્પર્શ કઈ જેવીતેવી વાત નથી,
આનંદી અહેસાસ અને નશો રૂહાની છે,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૭:૩૪ સાંજે, ૦૮/૦૨/૨૦૧૭ )

નસીબતો એવા જે પ્રેમને પણ ખેંચી લાવે,
હું પુકારું રાધા અને તરત જ એ દોડી આવે,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૨:૧૯, ૦૭/૦૨/૨૦૧૭ )

આજે પાંદડાએ પડતા જ જમીન ચૂમી છે,
પ્રકૃતિ કદાચ એટલે જ આનંદમાં ઝુમી છે,

દેવ અને દાનવ તો બંને હતા આ સંસારે,
પવિત્રતા છતાંય અખંડ રહે એવી ભૂમિ છે,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૦૧:૧૯ બપોર, ૦૮/૦૨/૨૦૧૭ )

વાદળો વીજળીઓના કહેર જ્યારે જ્યારે વરસાવશે,
ત્યારે ત્યારે ઉર્જાનો સ્ત્રોત વાસ્તવિકતાને ભરમાવશે,

મહેસાણાની વાતો કોઈને કોઈ જરૂર, યાદ તો લાવશે,
ત્યારે કોઈ એક મુખે જરૂરથી, ‘સુલતાન’ નામ આવશે,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૧:૧૮ રાત્રી, ૦૮/૦૨/૨૦૧૬ )

कई काम बाकी है, और कई इलज़ाम बाकी है,
हो चुकी ख़त्म महोबत, अभी अंजाम बाकी है,

~ सुलतान सिंह ‘जीवन’
( ११:०७, ०९/०२/२०१७ )

Advertisements