૩૪૩. કલામ કો સલામ
―――――――――――――――――――――――――――
આ દેશ કેવો વિચિત્ર છે, દુશ્મન ને યુદ્ધ કમાન આપે છે,
ભણેલાગણેલા અફસરો પણ, મુર્ખોને સલામ આપે છે,

ભ્રષ્ટાચારની હદ થઈ, ભણતરના વ્યવસાયમાં પણ,
દુઃખ છે પેટનું, અને ડૉક્ટરો ઘસવા માટે બામ આપે છે,

ત્રેવડ જે દેશમાં નથી, પોતાની પ્રજાને સંભાળવાની,
એવા મૂરખા દેશોને સરકાર શાંતિના પૈગામ આપે છે,

પોતાનો દેશ વેચવા, ઘણા પોતાના જ તૈયાર થાય,
એજ દેશને પરદેશના નિઝામો શુદ્ધા સલામ આપે છે,

અહા ખુદાની પણ આ અદભુત કરામાત નિરાલી છે,
ધર્મના નામે આંધળા દેશમાં, અબ્દુલ કલામ આપે છે,

ભલે અહીં કોઈને નથી કદર આ પૂજ્ય ભારત ભૂમિની,
દેશ-પ્રેમી દરેક કલામને, ‘સુલતાન’ સલામ આપે છે,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૭:૫૨ રાત્રે, ૦૯/૦૨/૨૦૧૭ )
―――――――――――――――――――――――――――
© Poem No. 343
Language – Gujrati
―――――――――――――――――――――――――――

Advertisements