૩૪૧. હકાર
―――――――――――――――――――――――――――
આજ ફરી એકવાર,
એ પૂછવાનો દિવસ છે,
તારો જવાબ,
જે,
મારા હંમેશા પૂછાતા,
સવાલના બદલે,
તારા દ્વારા આપતો રહ્યો છે,
યાદ છે મને,
આજ પણ યાદ જ છે,
તારો જવાબ,
છતાંય વારંવાર,
પૂછું છું હું,
ખબર છે કેમ…?
તો કહું,
બસ એટલા માટે જ,
કે
તારો આ સ્વભાવ,
તું નથી બદલી શકતી,
તો હું કેમ,
તારો તો રસ્તો નકાર છે,
જ્યારે,
મારો રસ્તો પ્રેમનો,
અને દરેક સવાલમાં હકાર છે,
ભલે તું નથી હરવાની,
મારે તારાથી જીતવું પણ ક્યાં છે,
તો પછી,
દરેક વખતે આ,
હાર મારી જ કેમ…?
~ સુલતાન સિંહ ‘જીવન’
( ૦૯:૦૯ સવાર, ૦૮/૦૨/૨૦૧૭ )
―――――――――――――――――――――――――――
© Poem No. 341
Language – Gujrati
―――――――――――――――――――――――――――
Advertisements