એ દીકરી છે…

૩૩૭. એ દીકરી છે…
―――――――――――――――――――――――――――
આખા સમાજ માટે ભલેને ફૂટેલા ઠામની ઠીકરી છે,
પણ સાહેબ ઈશ્વરનો આશીર્વાદ સમી આ દીકરી છે,

કેમ નથી એને ભણાવતા ઘણાવતા ને સાચવતા,
ખબર છે..? બે કુળની તારણહાર ગુરુ આ દીકરી છે,

કહ્યા કરે ખિસ્સા ખાલી અને લક્ષ્મીનો વાસ નથી,
ઠુકરાવી જે સાક્ષાત લક્ષ્મીને એજ તો આ દીકરી છે,

કેટલાય ફૂલ છોડ ઉગાડ્યા છે ઘરના આંગણે તમે,
પણ અછત, જે ભાવોના અહેસાસની આ દીકરી છે,

ડુંગરે ડુંગરે જેની શોધ કરતો ફર્યા કરે છે, માનવી,
દેવીઓનું ઘરઆંગણે સાક્ષાત સ્વરૂપ આ દીકરી છે,

પથ્થર જેવા બાપના રુદિયામાં ક્યાંક છુપાયેલ,
દયાનું જીવંત તેજસ્વી સુવાળું રતન, આ દીકરી છે,

ભલે સમાજ માટે આ દુઃખોની બાંધેલી ગઠરી છે,
સાહેબ પ્રભુતણો સાક્ષાત આશીર્વાદ આ દીકરી છે,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧:૧૭ બપોર, ૩/૨/૨૦૧૭ )
―――――――――――――――――――――――――――
© Poem No. 337
Language – Gujrati
―――――――――――――――――――――――――――

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s