૩૩૪. દેશ મહા
―――――――――――――――――――――――――――
શુ કોઈ જાણે છે…?
કે પછી,
કોઈને ખબર છે,
કે આ ભારત દેશ,
હા…
આ દેશ આખર કેમ મહાન છે…?
એક એવો દેશ છે આ ભારત,
કે જ્યાં ૧૦૦ની ગણતરીમાં,
૮૦ આખાય બૈમાન છે…?
કારણ છે,
આ દેશની મહાનતાના પણ કારણો છે,
જાણવા છે ને…?
તો જાણો,
કારણ એ છે કે વધેલા ૨૦,
હા ૧૦૦ અને ૮૦ના તફાવતે,
વધેલા એજ ૨૦ જણા,
એટલા મહાન છે,
કે કદાચ,
એના આગળ ૮૦ના,
કર્મો પણ ઝાંખા પડી જાય છે,
અને ૨૦ની વ્યક્તિત્વતા આખા,
દેશને મહાન બનાવી જાય છે,
એવું નથી કે માત્ર એટલી જ,
આ કમાલ છે,
પણ હા,
આ ૨૦ માં આપણે પણ આવવાનું છે,
કેમ ન હોઈએ એ ૨૦માં,
દરેક જણ કહી શકે ને..
ભારત મારો દેશ છે,
અને હું માત્ર ભારતીય છું,
ધર્મ, જાતી અને ભેદભાવોથી મુક્ત,
હા, કદાચ…
મારો દેશ એટલે જ મહાન છે…

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૨:૩૫ બપોરે, ૩૦ જાન્યુ. ૨૦૧૭ )
―――――――――――――――――――――――――――
© Poem No. 334
Language – Gujrati
―――――――――――――――――――――――――――

Advertisements