૩૨૯. આ કોઈ ગઝલ નથી…
―――――――――――――――――――――――――――
અમુક લિટીની ગોઠવણ છે, આ કોઈ ગઝલ નથી,
શબ્દોમાં માત્ર સંવેદના છે, આ કોઈ ગઝલ નથી,

યાદોની છે વાતો, અને મુલાકાતો ભરેલી યાદો,
થોડી ગણીક બસ વાતો છે, આ કોઈ ગઝલ નથી,

સુકાભઠ્ઠ રણમાં લીલોતરી જેવી છે સૌંદર્યવાન,
પ્રિયતમા મારી સાક્ષાત છે, આ કોઈ ગઝલ નથી,

આંખોમાં ઉભરાયેલા એ આંસુઓનું થતું વર્ણન,
સ્પંદન અને સંવેદન જ છે, આ કોઈ ગઝલ નથી,

તું મને કહે ક્યારેક તને વર્ણવી દેવાનું અમસ્થા,
તારું શાબ્દિક બસ ચિત્ર છે, આ કોઈ ગઝલ નથી,

આમાં ક્યાં કોઈ મત્લા, રદીફ, કાફિયા કે છંદ છે,
બસ છુટાછવાયા શબ્દો છે, આ કોઈ ગઝલ નથી,

અછંદસિયા કવિના શબ્દોમાં દર્શાવેલું ‘જીવન’
લાગણીના ઉભરાઓ જ છે, આ કોઈ ગઝલ નથી,

હાસ્ય, રુદન, વેદના પ્રેમના કોઈ જ ભાવો નથી,
શબ્દોમાં માત્ર સંવેદના છે, આ કોઈ ગઝલ નથી,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧:૩૨ બપોરે, ૨૪ જાન્યુ. ૨૦૧૭ )
―――――――――――――――――――――――――――
© Poem No. 329
Language – Gujrati
―――――――――――――――――――――――――――

Advertisements