૩૨૦. એટલે જ તો કહ્યું કે આવજો…
———————————————
ભલે નહી સાચવો તમે સબંધ, કામ પડ્યે તો જરૂર આવજો,
ચાલ દોસ્ત હવે હુંય નીકળું છું, એટલે જ તો કહ્યું કે આવજો,

દિવસ ક્યાં પાછો, ઉગવાનો છે ફરી વાર હવે અહીં આજનો,
કદાચ હવે તો કાલે જ મળાશે, એટલે જ તો કહ્યું કે આવજો,

સાથ સહકારની જ વાત આ જીવનમાં માત્ર નથી હોતી હવે,
પ્રીતના ફૂલ મુરજાઈ રહ્યા છે, એટલે જ તો કહ્યું કે આવજો,

હાલચાલ ક્યારના ઠીક તો નથી જ મારા અહીં તારા વગર,
બોલાવુ તને એવો હતો વાયદો, એટલે જ તો કહ્યું કે આવજો,

તારા સિવાય તો ક્યાં કોઈ ને અધીકાર પણ મને સતાવવાનો,
તું પણ ક્યાં હાજર હતી ત્યારે, એટલે જ તો કહ્યું કે આવજો,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૯:૪૮ રાત્રે, ૧૭ જાન્યુ. ૨૦૧૭ )
———————————————
© Poem No. 320
Language – Gujrati
———————————————

Advertisements