૩૧૯. પતંગની વાત છે…
———————————————
અદભુત, અજાયબ અને રંગબેરંગી સોગાત છે,
બસ જીવન જાણે કે દોરી અને પતંગની વાત છે,

જરૂરી નથી એમ ખુશીઓનું હંમેશા વધતું રહેવું,
ઢીલ જાય અને ખેંચાય જાણે કે દોરીની જાત છે,

કોઈકનું કાપવું અને સામસામે લડ્યા જ કરવું,
કળા અને આનંદ આખર તો પતંગની વાત છે,

હું પણ ક્યારેક તો સાવ નિઃસહાય જેવો હોઉં છું,
જાણે જિંદગી પણ કપાયેલા પતંગની જાત છે,

ક્યાક હવામાં ઉડવું, અને ક્યાક ફરફડતા રહેવું,
જાણે બધી સૂઝ, સમજ અને સંયોગની વાત છે,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ઉત્તરાયણ, ૧૪ જાન્યુ. ૨૦૧૭ )
———————————————
© Poem No. 319
Language – Gujrati
———————————————

Advertisements