જિંદગીની રમત…

૩૧૬. જિંદગીની રમત
———————————————
દરેક પળોને અહીં આનંદથી માણવાની છે,
જીવનની આખર આ કહાની જાણવાની છે,

કોણ કહે છે, કુદરત જ કરે છે ખેલ નીરાલા,
સર્જનહાર સાથે પણ ચેલેન્જ મારવાની છે,

મોત પણ આ સૃષ્ટિનું છેલ્લું સ્થાન તો નથી,
છતાંય એને જ મંજીલ હવે તો ધારવાની છે,

ખુશી મળે અને જીવતા હોવું જરૂરી તો નથી,
દુઃખની વેદના પણ આનંદમાં ગાળવાની છે,

ક્યાં દુશ્મનો સાથે મેદાને ઉતરવું જ છે હવે,
અંગત લોકો સાથે પણ મજા હારવાની છે,

અસફળતાનો આ કેવો ચારણીઓ ખેલ છે,
સફળતા આપણે જેમાં જાતે ચાળવાની છે,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૦:૦૨ રાત્રે, ૯ જાન્યુ. ૨૦૧૭ )
———————————————
© Poem No. 316
Language – Gujrati
———————————————

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s