તું એટલે…

૩૧૪. તું એટલે…
———————————————
તું,
એટલે,
એ દરેકે દરેક લાગણીઓનો,
ઉભરો,
કે જે ઓચિંતા આવીને,
મદહોશ કરી મૂકે છે…

તું,
એટલે,
એ દરેકે સ્પર્શમાં અનુભવતો,
અનહદ આનંદ,
અને દિલમાં સોમરસની,
જેમ આવતો એ ભાવ…

તું,
એટલે,
મારી આંખોમાં પડઘાતું,
એ પ્રતિબિંબ,
જેમાં હું સંપૂર્ણ મને,
જોઈ શકું છું…

તું,
એટલે,
ભરતીનો એ ધોધ,
કે જે સુનામી સર્જીને વિનાશ,
અને તારાજી સર્જે છે
છતાં મને એમાં,
આનંદ આવે છે…

તું,
એટલે,
ઓચિંતા જ રાત્રે,
ઊંઘમાં હોવા છતાં,
સપનામાં આવી જતો એ ચહેરો,
કે જે દિલમાં પણ છે,
અને દિલની,
દરેક ધબકારમાં પણ…

તું,
એટલે,
મારામાં પ્રેમનું સ્વરૂપ,
જેમાં ખોવાઈને જ હું મને,
પ્રેમસ્વરૂપમાં ભેળવાયેલો,
મેળવી શક્યો…

તું,
એટલે,
એ વરસાદનું પહેલું ટીપું,
કે જેની ચાહતમાં,
મેં કેટલાય દિવસ ખુલા,
આકાશ નીચે વિતાવી,
નાખ્યા હતા…

~ સુલતાન સિંહ
( ૪:૩૪ બપોરે, ૭ જાન્યુ. ૨૦૧૭ )
———————————————
© Poem No. 314
Language – Gujrati
———————————————

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s