વિચારવૃંદ – ૭ – સુરક્ષાનો મુદ્દો – એ સરકાર તેરા ક્યાં કહેના…? [ ૨૦ ડિસેમ્બર ૨૦૧૬ ]

એ સરકાર તેરા ક્યાં કહેના…?

એક તરફ શહેરમાં પોલીસના જવાનોની અછત છે અને બીજી તરફ એક સામાન્ય ગણાતા સરકારી ચાકરના અડધી કલાકના આગમન માટે સવારથી સાંજ સુધી પોલીસના કાફલાઓને ખડકી દેવામાં આવે છે. એટલે સુધી વાત ઠીક છે કે સ્થળ પરની સુરક્ષા રુઆઅબદાર અધિકારી માટે જરૂરી છે. પણ અહીં તો આગમન અને પ્રસ્થાન બંને માર્ગો સુધ્ધાં પણ સુરક્ષાના નામે બંધ કરી દેવાય છે. એક માણસની સુરક્ષા કાજે શહેર આખાને આખર શા માટે અસુરક્ષિત અવસ્થામાં મૂકી દેવામાં આવે છે…? શું એ એક વ્યક્તિના જીવની કીમત સામાન્ય માણસના જીવન કરતા વધુ છે…? અને છે તો કેમ…? એની પરવા કદાચ કોઈને નથી જ હોતી. એક સામાન્ય માણસ… આપણા આ દેશમાં આખર કોઈ પણ વ્યક્તિ ઓચિંતા પાંચ વર્ષ માટે મહારાજા કેવી રીતે બની જાય છે. અને એની સામે બિચારો રાજ્ય અને દેશનો આમ સામાન્ય જન આખા જીવનમાં માંડ બે ઘડી પણ રાજા બની શકતો નથી. કહેવાય તો છે કે સરકાર પ્રજાની રક્ષા માટે હોય છે પણ જ્યારે એજ સરકારનો પ્રતિનિધિ આવાનો કે જવાનો હોય એટલે જનતા માટે એને નિહાળવો પણ મુશ્કેલ બની જતો હોય છે.

કેટલી વિચિત્ર વાત છે કે જે મુખ્યમંત્રી અથવા ગમેતે ખાતાનો મેઈન અધિકારી આખા રાજ્યને સુરક્ષાની ખાતરીઓ આપતો રાજ્યભરમાં ઢંઢેરો પીટીને ફર્યા કરતો હોય, પણ જયારે એને પોતાને બહાર નીકળવા માટે જ અલગથી ૨૫૦ માણસોનો કાફલો રાખવો પડે છે. શા માટે એક મુખ્યમંત્રી પોતાના રાજ્યમાં પણ સુરક્ષિત આવજાવ નથી કરી શકતો…? શા માટે એણે પોતાના જ રાજ્યમાં ઈમ્પોર્ટેડ બોડીગાર્ડ અને ઈમ્પોર્ટેડ ગાડીઓનો કાફલો લઈને ફરવું પડે છે…? શું આજ સુરક્ષા એ રાજ્યમાં લાવી શક્યો છે…? શું આના આધારે જ એ પોતાના ભાષણોમાં એવી ડીંગો ફેંકતો ફરે છે કે બેન દીકરીઓ રાત્રે ૨ વાગ્યે પણ અમારા રાજ્યમાં સુરક્ષિત રીતે અવર-જવર કરી શકે છે. અને જો ખરેખર આ વાત સાચી છે તો પોતે તો એક પુરુષ છે, અને સશક્ત પણ છે, તો આખર શા માટે એ પોતે ધોળા દિવસે ક્યાંક અવસર પર જવા માટે પણ આટલા બધા પોલીસ જવાનો અને સિક્યોરીટી અફસરોને હેરાન પરેસાન કરતો હશે. શું કોઈ આ વિષે જવાબ માંગી શકતું નથી…? આખર કેમ આવી માનસિકતાના પિંડો લઈને આપણું સરકારી તંત્ર જીવી રહ્યું છે…? જરા કોઈ સમજાવશે મને…?

શું કોઈએ એ વાત પર ધ્યાન આપ્યું છે કે એક વ્યક્તિના લીધે જે તે પ્રદેશની કેટલી પોલીસ જવાનોની ટુકડીઓ એ વ્યક્તિના સંરક્ષણમાં લગાડી દેવામાં આવે છે. એ પોલીસ ટુકડીઓ કઈ સ્પેશ્યલ અલગથી નથી આયાત કરવામાં આવતી પરંતુ શહેરમાં લગાડેલી પોતાની જવાબદારીઓમાંથી હટાવી ને જ એમને આ તરફ મોકલવામાં આવે છે. જેણા કારણે કેટલાય વિભાગો શહેરમાં એટલા સમય માટે સાવ અસુરક્ષિત અવસ્થામાં મુકાઈ જાય છે. કેટલાય કામો એટલો સમય માટે પડતા મુકવામાં આવે છે. એ એક વ્યક્તિના કેટલાક કલાકોના આગમન માટે ત્રણ ચાર દિવસ માટેની પૂર્વ તૈયારીઓના પરિણામે શહેરની સુરક્ષા એના આવવાના ૪૦ ગણા સમય માટે પોતાની સુરક્ષા આંશિક પણે ગુમાવે છે. જેનો બદલો કોઈ આપતું નથી અને જેનું નુકશાન છેલ્લે જતા દેશ અને રાજ્યના અર્થતંત્રને અસર કરે છે…

એક તરફ વિકાસની વાતોના ફુગ્ગાઓ ફુલાવી ફુલાવીને આભમાં છુટ્ટા મૂકાય છે. જ્યારે બીજી તરફ એજ રાજનૈતિક વ્યક્તિ પોતાના જ રાજ્યમાં ૨૦૦ માણસોની ટોળકી ને સુરક્ષા પ્રણાલી તરીકે સાથે લઈને જાહેર જનતાને હેરાન કરતો ફરે છે. હવે સવાલ ત્યારે એના સંવર્ધન કરતા જે તે વિસ્તારની આમ પ્રજાને પડતી અગવડનો મુખ્ય બની જાય છે. જે માણસને પોતાના જ રાજ્યની પ્રજા વચ્ચે આવતા પણ આટલી હદે ડર લાગતો હોય એણે ખરેખર તો રાજનૈતિક પદો પર બેસવું પણ ન જોઈએ. અને છતાં સેવાના બહાને ચુનાવ જીતીને છેલ્લે તો સેલિબ્રેટી બનીને જ ફરવું છે તો એણે મંત્રી જેવા પદો લઈ જનતાની સેવા કરવાના જુઠ્ઠા વાયદાઓ કરવાની પણ ક્યાં કોઈ જરૂર હોય છે. પણ એમાં એમનો પણ કોઈ દોષ ખાસ તો નથી. આપણે આ જ સિસ્ટમથી ટેવાઈ ગયા છીએ, આપણે પણ આ જ બધું ગમે છે, આપણો દેશ આ માટે વર્ષોથી ટેવાઈ ગયો છે. એમને ગમે છે આ બધું અરે નવાઈ ની વાત તો એ છે કે લોકો આ બધામાં રાજી પણ છે. હેરાન થતી વસ્તીમાં પણ ઘણા હરખપદુડા લોકો આ વ્યવસ્થાને યોગ્ય ગણાવતા હોય છે. અને કંઇક આવી ડિબાંગો હાકતા પણ હોય છે. ‘અરે આ તો મોટા મંત્રી આમને સુરક્ષા તો જોઈએ જ..’ ‘અરે ભાઈ આતો આ પાર્ટીના નેતા છે…’, ‘આ તો ફલાણા રાજ્યના મુખ્યમંત્રી છે, ફલાણા નેતા છે, ફલાણી કક્ષાના રાજ્ય મંત્રી છે, કે પછી ફલાણા ફલાણા ગ્રુપના મોટા માણસ છે. એટલે સલામતી જરૂરી છે.’ બધી જ વાતો સાવ ખોટી પણ નથી અને સાવ સાચી પણ નહીં જ. કારણ જ્યારે દેશમાં આ જ નેતાઓ પોતાને સામાન્ય ગણાવતા હોય ત્યારે એમની અસામાન્ય કક્ષાની સુરક્ષા, એમના વિકાસ અને સુરક્ષાના પ્રજાને જુઠ્ઠા વાયદાઓ બધું વિફળ લાગે છે. સવાલ પણ કરી બેસે ક્યારેક કે સાલું જેમને પોતે પોતાના પ્રદેશમાં ફરવા ૨૦૦ જેવા માણસો રાખવા પડે એ બીજાને સુરક્ષા કેવી રીતે આપશે…

વિચારવા જેવો પ્રશ્ન તો ખરો…
બાકી બહાના તો છે જ…
ક્યારેક તો આમની નજર પણ દોડાવી જ જુઓ… મજા પડશે અને કદાચ દેશને ફાયદો પણ જરૂર મળશે..

લેખન – સુલતાન સિંહ
સ્થળ – મહેસાણા
સમય – ૯:૫૭ pm
તારીખ – ૨૧ ડિસેમ્બર ૨૦૧૬

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s