૩૧૨. અંજામ થઇ જશે…
———————————————
કોણ જાણે છે કે અહીં કેવા અંજામ થઇ જશે,
સૂકા હોઠો પર હોઠોના ભીના ડામ થઇ જશે,

વર્ષોથી જેમના જવાબોમાં નકાર રહ્યો છે,
એમના હકાર પણ આજ સરેઆમ થઇ જશે,

દુરીઓ જો સહેજ અમથી પણ જ્યારે ઘટશે,
બંનેના શરીર એકમેકમાં સમાન થઇ જશે,

ક્યાં ઝંખનાઓ હતી અમને આ મદીરાની,
ઓચિંતા ક્યાં ખબર, મીઠા જામ થઇ જશે,

દુનિયાનું સત્ય નથી કાઈ સમજાય એવું,
જ્યારે સમજાશે છેલ્લો જ અંજામ થઇ જશે,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧:૨૩ રાત્રે, ૬ જાન્યુ. ૨૦૧૭ )
———————————————
© Poem No. 312
Language – Gujrati
———————————————

Advertisements