૫. બળબળતું…

એ,
ગરમ સ્પર્શમાં,
કંઇક બળબળતું જળ,
મારા દિલ પર,
ઢોળાઈ રહ્યું હતું,
અને…
આ તન,
કે,
તુજ,
આલિંગનમાં,
જકડાઈને જાણે,
એ વમળોમાં ક્યાંક,
અટવાયું હતું,
જેથી એ પીડા,
બળતરા કદાચ જ,
મને અનુભવાઈ હશે,
બળબળતું,
જે…
કંઇક,
તો હતું,
જે મને તારામાં…
હજુય,
નથી સમજાયું…

~ સુલતાન સિંહ ‘જીવન:
( ૧૦:૧૩ રાત્રે, ૫ જાન્યુ. ૨૦૧૭ )

#લઘુકાવ્ય – ૫

Advertisements