૩૦૯. કૃષ્ણ, પ્રેમ અને વૃંદાવન
———————————————
ઝાડનું તો પાન પણ મને મોરપીંછ જેવું લાગે છે,
કોઈ હવે જો હોર્ન મારે તોય મોરલી જેવું લાગે છે,

પ્રેમ અને સ્વીકાર બંને બહુ જરૂરી છે જીવનમાં,
જાણ્યા પછી દરેક સ્થાનક વૃંદાવન જેવું લાગે છે,

ક્યાંક ખોવાયેલી હશે એ મીરા દીવાની સંસારે,
પ્રેમમાં પડી રાધાના, જીવન કૃષ્ણ જેવું લાગે છે,

જરુરી નથી ધર્મ, કર્મ અને નાતજાત ને ભૂલવું,
કૃષ્ણના પ્રેમમાં પડી બધું ડહાપણ જેવું લાગે છે,

આસ્તિકપણામાં હું ઘણા દેવોને પુજીને બેઠો છું,
જાણ્યા કૃષ્ણને પછી, બધું ગાંડપણ જેવું લાગે છે,

અહીંયા ક્યાં કોઈનું પ્રવચન હવે કાને વાગે છે,
હવે તો દુઃખ અને સુખ બંને આનંદ જેવું લાગે છે,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧:૩૦ બપોરે, ૫ જાન્યુ. ૨૦૧૭ )
———————————————
© Poem No. 309
Language – Gujrati
———————————————

Advertisements