૩૦૮. આસપાસ છે…
———————————————
એના ઓચિંતા પાછા ફરવાની મને આસ છે,
લોકો કહે છે, તળાવમાં છું છતા કેમ પ્યાસ છે,

હવાની કે પાણીની પણ કોઈ કમી તો નથી,
ઝંઝાવાતને સાગર અહીં બંને આસપાસ છે,

એની યાદોનું આ વેરાન પટલ તડપાવે છે,
આ એક જાણે ધરતી, બીજુ માત્ર આકાશ છે,

ચંદ્રની માયામાં વિચિત્ર મોહિની છે રાતની,
પણ એમાંય એના સાથેની પળો જ ખાસ છે,

ફરકતી ફૂલની પત્તિ જોઇને યાદ એની આવે,
એની કમરમાં પણ ગુલાબ જેવી જ કુમાશ છે,

ઝંખના જીવની ક્યાં અસ્ત થાય રાતની જેમ,
એની યાદોમાં જાણે, દુઃખનો આખરી માસ છે,

આવવાની નથી એ પાછી ફરીને હુંય જાણું છું,
પણ દિલને તો આવવાનો ગાંડો વિશ્વાસ છે,

નથી ઈચ્છતો કે મારી પણ કોઈ પુરાણ બને,
આપણે ન ભગવાન, કોઈ ક્યાં વેદવ્યાસ છે,

દિલ કેમ હજુય ધડક્યા કરે છે એની યાદોમાં,
છેલ્લે સુધી ચાલતા કદાચ, એના જ શ્વાસ છે,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૦:૧૭ રાત્રે, ૩ જાન્યુ. ૨૦૧૭ )
———————————————
© Poem No. 308
Language – Gujrati
———————————————

Advertisements