૩૦૩. જુના વર્ષનો સાર…
——————————————–
નવા વર્ષના નવા, દિવસોમાં હજુ વાર છે,
પડખું ફેરવતા જુના વર્ષનો જ આ સાર છે,
પત્તાઓ જેમતેમ રંગાયેલ હશે જુના વર્ષે,
નવા વર્ષ માટે જીવનના નવા આકાર છે,
એવું તો નથી જ, કે બધું પાછળ છૂટી જશે,
સમયની સાથે આ બદલતા અણસાર છે,
એને ભૂલાવી વળી હું ક્યાં જીવી જવાનો,
નવા વર્ષેમાં હજુ વેદનાઓ પારાવાર છે,
રોકી લેત હું, તારી સાથેના દરેક સમયને,
રોકનાર મુજમાં બીજો ક્યાં સર્જનહાર છે,
દુઃખ, સુખની તો કોઈ વાત નથી આ વર્ષે,
આ બદલાવ પણ વીતેલા વર્ષનો સાર છે,
~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧:૪૭ બપોર, ૧ જાન્યુ. ૨૦૧૭ )
———————————————
© Poem No. 303
Language – ગુજરાતી
———————————————
Advertisements