૩૦૨. છૂટી જાય છે….
———————————————
ક્યારેક જીવન, મોતનો અણસાર છૂટી જાય છે,
ક્યારેક હાથમાં આવેલ હાથ પણ છૂટી જાય છે,

ભૂલવું પણ મુશ્કિલ છે, જેને ચાહ્યુ હોય દિલથી,
સંજોગ સાથે સંબંધના તાર પણ છૂટી જાય છે,

દુનિયા નથી હો કોઈ કુરુક્ષેત્રનો મહાસંગ્રામ,
છતાંય નાતજાતના ભેદથી સાથ છૂટી જાય છે,

હવે તો ધૂપ દીપથી પણ નથી રિજાતા દેવો,
થોડીક ભૂલમાં પુજેલા પીર પણ છૂટી જાય છે,

સરોવરના વહેણો ક્યાં બંધાય છે, દુનિયામાં,
બંધોમાં જાળવેલા તો નીર પણ છૂટી જાય છે,

મૃગજળ સમાન સપનાઓના પાછળ દોડીને,
પાણીના સરોવરો પણ પાછળ છૂટી જાય છે,

અક્સિર નથી કોઈ દવાઓ કે અંતથી ઉગારે,
સમયની સાથે છેલ્લા શ્વાશ પણ છૂટી જાય છે,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૦:૩૫ રાત્રે, ૩૦ ડિસેમ્બર ૨૦૧૬ )
———————————————
© Poem No. 302
Language – ગુજરાતી
———————————————

Advertisements