૩૦૧. ગોલ્ડન લાઈફ…
———————————————
જીદંગી પણ આ આપણી યુવાનીમાં કેટલી હાઇલાઇટ હોય છે,
સપનાઓ રંગીન ભલેને વાસ્તવિકતા બ્લેક એન્ડ વાઈટ હોય છે,

દર્પણમાં દેખાતી આ સુંદરતા પણ જોઇ તો જો માયાળુ કેવી વિચિત્ર,
ક્યાંક પ્રેમની આભાસી છબીઓ, ક્યાંક માત્ર સપનાની સાઈટ હોય છે,

કેટલી અદભુત છે ને ખુદાએ બનાવેલી આ દુનિયાની કરામતો પણ,
પૃથ્વી આખી ગોળ છે ક્યાંક દિવસ હોય ક્યાંક વળી નાઈટ હોય છે,

અહીંયા ફામ્ફા છે હો ઘરવાળીની તબિયતના રોજેરોજ લથડતા હાલથી,
ત્યાં સામે હરહંમેશ પેલા બાજુવાળાની પત્ની તો ઓલરાઇટ હોય છે,

જો જીવનમાં ક્યારેય સામનો ન થાય આ પ્રેમની અવળી સાઈટનો,
તો આપણી પાસે પણ ખુદાની આપેલી ગોલ્ડન લાઈફ હોય છે.

~ સુલતાન સિંહ ‘જીવન:
( ૧૨:૦૦ રાત્રે, ૧૯ ડિસેમ્બર ૨૦૧૬ )
———————————————
© Poem No. 301
Language – ગુજરાતી
———————————————

Advertisements