૨૯૯. અજ્ઞાનની વાત છે…
———————————————
તારા મારા અને ધર્મની વાત છે,
અહીં ક્યાં ભલા કર્મની વાત છે,
ઈશ્વર, અલ્લાહ અને જીજસને,
ધર્મ તો રંગ ને ધજાની વાત છે,
સ્વર્ગ કે નર્ક જેવું કંઈ નથી હોતું,
બસ મળતી આ સજાની વાત છે,
હિંદુ, મુસ્લિમ, શીખ કે ઈસાઈ,
માત્ર બધી અજ્ઞાનની વાત છે,
મંદિર, મજાર, ચર્ચ ક્યાં જુદા,
પાણાઓના ગોઠવણની વાત છે,
લીલો, ભગવો ભલે રંગબેરંગી,
પ્રજા નહીં આતો ધજાની વાત છે,
~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૦:૧૦ રાત્રે, ૨૮ ડિસેમ્બર ૨૦૧૬ )
———————————————
© Poem No. 296
Language – ગુજરાતી
———————————————
Advertisements