૨૯૫. રસ્તાની કીનારીયે
———————————————
કદાચ એજ દી,
સમજાયું હતું,
દર્દોનું તથ્ય મને,
જ્યારે,
ઓચિંતા જ,
રસ્તે ચાલતા ચાલતા,
રસ્તાની કિનારીયે,
બેઠેલી તડપતી,
મેં વેદના જોઈ હતી,
થોડીક ભીની આંખો હતી,
એમાં,
તરફડતી ઝંખના,
ભૂખ,
જરૂરિયાત,
અને એ દરેક લાગણીઓમાં,
ડૂબેલી આંખોમાં,
ઉભરાતી,
મેં સંવેદના જોઈ હતી,
વિકસિત થતો દેશ અને રાજ્ય,
સુધારાના વાયદા,
જુઠ્ઠા વચનો,
અને રોટી, કપડા, મકાન,
પૂર્તિ માટેની હુંકાર,
કદાચ,
ત્યારે જ,
આ કિનારીયે,
કિનારીયે બેઠેલી,
સુતેલી અને જીવંત,
આંખોમાં,
અસંતોષની છલકાતી,
મેં લાગણી જોઈ હતી,

~ સુલતાન સિંહ ‘જીવન:
( ૧:૩૩ બપોરે, ૨૦/૧૨/૨૦૧૬ )
———————————————
© Poem No. 295
Language – ગુજરાતી
———————————————

Advertisements