૨૯૭. કોઈક દિવસ…
——————————
કોઈક દિવસ એવો પણ આવશે,
જ્યારે એની પણ કિંમત સમજાશે,

નથી એ કોઈ પથ્થરનો ઢગલો,
જાણે વેરાયેલો વિરાન બંગલો,

જાડી ઝાંખરા તો જામ્યા છે જાણે,
વેરાયેલા પડ્યા છે અહીં જંગલો,

કોઈક દિવસ એવો પણ આવશે,
જ્યારે એની પણ કિંમત સમજાશે,

પડ્યા છે અહીં કચરાના ઢગલા,
જાણે પ્લાસ્ટિકના જુઠ્ઠા બગલા,

એવી પરિસ્થિતિમાં થઇ વેરાન,
જાણે રહ્યા જ નથી કોઈ સગલા,

કોઈક દિવસ એવો પણ આવશે,
જ્યારે એની પણ કિંમત સમજાશે,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧:૪૭ બપોરે, ૨૬ ડિસેમ્બર ૨૦૧૬ )
——————————–
© Poem No. 297
Language – ગુજરાતી
——————————–

Advertisements