આ આંખો…

૨૯૦. આ આંખો..
——————————————
આ આંખો ક્યાં લઇ જાય છે,
જીવનના આ વાળંકોમાં ઉલજેલી,
ખોવાયેલી,
આ દરેક પ્રતીકાત્મક દુનિયા,
અને,
સપનાઓના અસ્તથી લઈને,
છેક સામે વાસ્તવિકતાના ઉદય સુધી,
જ્યાં બધું જ અલગ છે,
એવી દુનિયામાં,
સમજાતું જ નથી,
કે,
આ આંખો આખર ક્યાં લઇ જાય છે,
દિલમાં ઉછળતા અરમાનોથી લઈને,
છેક મનમાં ઉમડતા,
એ દરેક વિચાર સુધી,
જ્યાં પ્રેમ સાવ અલગ છે,
એવી દુનિયામાં,
કે,
જ્યાં,
પ્રેમ પ્રેમ નથી,
એક આભાસ છે,
પ્રેમ હોવાનો,
પણ કેમ પૂછું,
એને,
કે,
આખર,
એ ચહેરાને છોડીને,
મને તું,
હવે નીંદરમાં, આ ક્યાં લઇ જાય છે,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૦:૧૩ રાત્રે, ૧૩/૧૨/૨૦૧૬ )
———————————————
© Poem No. 290
Language – ગુજરાતી
———————————————

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s