૨૯૩. આવી જા…
————————————–
ભલે નથી આવતી ક્યારેક તો બોલાવી જા,
સાક્ષાત ભલે નથી, સપનામાં તો આવી જા,

સામે પડ્યો છું હૂં અનંત રસ્તાની રેત જેવો,
ઉડે ઠોકર ત્યારે, નજર જરા તો નમાવી જા,

પાંપણો આછી ઝાકળની જેમ હું ભીંજવીશ,
તું બુંદોને આંગળીના ટેરવા તો અડાવી જા,

ભલે પછી તું રિસાઈ જાય સાવ ઓચિંતા જ,
એક વાર તો માથું હકારમાં પણ હલાવી જા,

ભલે નથી બનાવી શકતી તુ પ્રેમના મહેલો,
નાનકડી ઝૂંપડી તો સ્નેહની પણ બનાવી જા,

પ્રેમની વાતો કરીને નથી કોઈને બતાવવી,
ઝાકળ પ્રેમના ફૂલોમાં તો થોડુંક છંટાવી જા,

આશા નથી કે સુસવાટા સાથે વરસી જઈશ,
થોડીક ભીનાશ આ હોઠો પાર તો લાવી જા,

ભલે નથી આવતી ક્યારેક તો બોલાવી જા,
સાક્ષાત ભલે નથી, સપનામાં તો આવી જા,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૦:૦૫ રાત્રે, ૧૬/૧૨/૨૦૧૬ )
————————————–
© Poem No. 293
Language – ગુજરાતી
————————————–

Advertisements