૨૭૫. કૃષ્ણ અને આજ
———————————————
તારી વ્યથાઓનો પણ કૃષ્ણ હવે તો પાર નથી,
દુનિયામાં મતલબ છે, ગીતાનો કોઈ સાર નથી,

કળિયુગ છે અહીં, અને એની અસરો વર્તાય છે,
કોઈ જીજસ, અલ્લા કે ઈશ્વરનો પલટવાર નથી,

તારીજ જરૂર ભલેને વર્તાઈ રહી હોય સંસારને,
હવે તું પણ ક્યાંય વિચારો ના આરપાર નથી,

શીખ બધી કામે લાગી ગઈ છે તારી કરુક્ષેત્રમાં,
બધા જ પ્રવચનો એ હવે અહીં અસરદાર નથી,

ધર્મનું યુદ્ધ જીત્યું તે અર્જુન જેવા મહારથી સાથે,
જ્ઞાનને સમજનાર હવેતો કોઈજ કદરદાન નથી,

પહેલા ભરેલ સભામાં સલાહ આપી શકતો હતો,
કોઈની વાતોમાં બોલવાનો હવે અધિકાર નથી,

સત્ય સાથે લડી લેવું એજ પહેલા ધર્મ ગણાતો,
ધર્મના નામે આજકાલ કર્મ નો કોઈ સાર નથી,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૦:૪૧ રાત્રે, ૨૧/૧૧/૨૦૧૬ )
———————————————
© Poem No. 275
Language – ગુજરાતી
———————————————

Advertisements