૨૭૬. અનોખો તાલ…
———————————————
દશા મારી અનોખો લય અનોખો તાલ રાખે છે, *
લાગણીઓ, ભાવનાઓને દુનિયા બેહાલ રાખે છે,

કહ્યા કરતી હતી આ દુનિયા જ મને લડી લેવાનું,
કોઈની નજરે પટકાય છતાં ઉલ્ટા સવાલ રાખે છે,

પવન ભલે પટકાયા કરતો હોય વૃક્ષો પર અફાટ,
જમીને દાટાયેલા મૂળ પણ સુરક્ષાની ઢાલ રાખે છે,

બહાના, વાયદા, વાત ને વિવાદો નથી સમજતી,
છતાંય જોને રીત-રિવાજ દુનિયા કમાલ રાખે છે,

પાપ પુણ્યની મોટી મોટી વાતો કર્યા જ કરવાની,
પાપના પોટલા ઉપાડવા દુનિયા હમાલ રાખે છે,

ક્ષમતા સમાજમાં નથી પ્રેમનો જવાબ આપવાની,
છતાંય આંગળી ઉઠાવવાની જોને મઝાલ રાખે છે

સુલતાન સિંહ ‘જીવન’
( ૧૨:૧૩ રાત્રી, ૨૧/૧૧/૨૦૧૬ )

((★ તરહી પ્રકારની રચના જેમાં * પ્રથમ પંક્તિ અમૃત ‘ઘાયલ’ સાહેબની છે…. ★))
———————————————
© Poem No. 276
Language – ગુજરાતી
———————————————

Advertisements