૨૭૩. સ્વીકાર કેમ કરીશ…?
———————————————
આયખા વીત્યા એનો તું હિસાબ કેમ કરીશ..?
સપનામાં સમયનો તું ભાગાકાર કેમ કરીશ..?

ક્યારેક સામે તારો ભૂતકાળ પણ આવશે જ,
એનોય તું આજમાં હવે સ્વીકાર કેમ કરીશ…?

ભલેને તારા કર્મોમાં પવિત્રતા છે પૂજાઓની,
મનના વિકારોને એમાથી બાકાત કેમ કરીશ..?

આજે તો તું કદાચ ફક્ત મારી જ નથી રહીં ને,
મારી યાદોને હવે તુજમાં આઝાદ કેમ કરીશ..?

સૂકું ભઠ જેવું રણ છે, તારા ને મારા પ્રેમનું હવે,
મૃગજળથી દિલમાં તું હવે ભીનાશ કેમ કરીશ.?

અહાહા અદ્દભુત છે આ મારી જિંદગી પણ હવે,
પરિભાષાઓ પણ હવે શબ્દોમાં તુ કેમ કરીશ..?
———————————————
~ સુલતાન સિંહ ‘જીવન’
( ૩:૩૧ બપોરે, ૧૯/૧૧/૨૦૧૬ )
———————————————
© Poem No. 273
Language – ગુજરાતી
———————————————

Advertisements