૨૭૪. સાથ માંગુ છું…
———————————————
કદાચ એટલેજ ખુશીઓથી હવે દુર ભાગુ છું,
બંદગીમાં પણ ખુદાની બસ તનેજ માંગુ છું,
ક્યારેક તો મારી બધી દુઆઓ થસે મંજુર,
આશાઓ નથી છતાંય કંઇક અનેરું માંગુ છું,
પર્વત, નદીને જંગલની સુંદરતા વિસરાય,
એટલે વાસ્તવિક પણાનું હવે જ્ઞાન માંગુ છું,
‘જીવન’, મરણ અને સતત ચાલતી જિંદગી,
કદાચ એટલે, માત્ર ખુશીનો સંસાર માંગુ છું,
પૂજાપાઠ, ભજન, કીર્તન, પલેડ્ઝ ને નમાઝ,
એટલે ધર્મનો હું બંધનમુકત પ્રકાર માંગુ છું,
યાદ, પ્રેમ, હૂંફ, લાગણી, ભાવ બધે છે કમી,
એટલે હું વારંવાર, બસ તારો સાથ માંગુ છું,
———————————————
~ સુલતાન સિંહ ‘જીવન’
( ૩:૪૪ બપોર, ૧૯/૧૧/૨૦૧૬ )
———————————————
© Poem No. 274
Language – ગુજરાતી
———————————————
Advertisements