૨૭૦. લઇને બેઠો છું…
———————————————
પાછી ફરશે કોઇ દીવસ દિલમાં પ્રેમની સુગંધ ભરી,
આશા છે એટલે જ હાથમાં ગુલાબ લઈને બેઠો છું,

કહે છે દિલ તોડ્યું છે એનું પથ્થર મારીને ઓચિંતા,
પથ્થર ભલેને મારે, કાચના મકાન લઇને બેઠો છું,

ચાંદની આજે તો દુર ભાગ્યા જ કરતી હોય ભલેને,
પથરાઇ જશે રેત પર, ખુલ્લું મેદાન લઇને બેઠો છું,

પછડાવાના જ મોઝાઓ તો યાદોના પથ્થરો પર,
લાગણીઓની, જો હું લાંબી કિનાર લઇને બેઠો છું,

આત્મવિશ્વાસ ડગાવવા ભલે લાખ કોશિશો થાય,
લડી લેવા માટે શાસ્ત્રો હુંય ધારદાર લઇને બેઠો છું,

ક્યારેક એને પણ ઝુકવૂ તો પડશે જ ને કા’ના અહિં,
વિશ્વાસ તારામાં જ, હુ પણ અપાર લઇને બેઠો છું,

( નોટ – કા’ના શબ્દ કૃષ્ણ માટે વાપરેલો છે… )
———————————————
~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧:૦૮ રાત્રે, ૧૯/૧૧/૨૦૧૬ )
———————————————
© Poem No. 270
Language – ગુજરાતી
———————————————

Advertisements