૨૭૨. એક વાત છે…
———————————————
વાતો, યાદો અને મુલાકાતોની વાત છે,
વિસરાયેલા સમયના બાદની વાત છે,
સફર, રસ્તો અને સાથે ચાલવાની ટેવ,
પોતપોતાના આતો સ્વીકારની વાત છે,
જો આજે પણ અડધા સંસારે દિવસ છે,
અને મારા અંદર માત્ર રાતની વાત છે,
કોઇક સમજી શકે પ્રેમ, કોઇ પછતાય છે,
અણસમજુના એતો અહંકારની વાત છે,
કોઇક તો હતું યાદ કરનારું પણ સંસારે,
તૂટીને કોઈને વારંવાર ચહ્યાની વાત છે,
મંદીર, મસ્જિદ, ગુરુદ્વારા અને આ ચર્ચ,
બધી પોત પોતાના વિશ્વાસની વાત છે,
બેવફાઈ કહેવાય અને મજબૂરીઓ પણ,
દિલમાં આ પ્રેમના ઓડકારની વાત છે,
———————————————
~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૧:૨૩ સવાર, ૧૯/૧૧/૨૦૧૬ )
———————————————
© Poem No. 272
Language – ગુજરાતી
———————————————
Advertisements