૨૬૬. નથી મળતી
———————————
ક્યારેક સપના જેવી વાસ્તવિકતા,
અને ક્યારેક યથા તથ્ય સત,
પ્રેમ અંગેની હવે તો,
ક્યાંય સાચી રજુઆત નથી મળતી,

જઇ જઇને વારંવાર શોધું છું,
છતાંય વિખરાઈ પડેલી એ બુંદોમાં,
પાણી છે વરસાદનું તો,
ક્યાંય એની શરૂઆત નથી મળતી,

ક્યાંક કસ્તિ ડૂબી જાય છે, મઝધારે,
ક્યાંક તરાવી લેવા નાવડી, ઊંડી
ખળખળ વહેતાં પાણીની,
ક્યાંય નક્કર સાચી વાત નથી મળતી,

રહી જાય એક દિવસ તો એ પણ,
આ દિલના કોઇક ખૂણે પ્રેમના બદલે,
રોકાઈ જાય એ દિલમાં,
એવી કોઈ પણ ભાડુઆત નથી મળતી

કહે તો છે લોકો પ્રેમમાં નફો નથી,
કોણે લખી રાખ્યા છે એનાં રોજમેળ,
ખોટું જ હોય બધુ તો પણ,
ક્યાંય લિખિત ફરીયાદ નથી મળતી,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૭:૨૪ રાત્રે, ૧૦/૦૯/૧૬ )
———————————————
© Poem No. 266
Language – Gujrati
———————————————

Advertisements