મોટી નોટોની વ્યથા…

૨૬૪. મોટી નોટોની વ્યથા…
———————————————
નાની આ નોટો પણ આજે બધુ જોતી હતી,
કેમ આખર આ મોટી નોટો આમ રોતી હતી,

ક્યારેક જેનું હજાર અને પાંચસો માન હતુ,
આજ એ પણ પોતાની કિંમતો ખોતી હતી,

બદલાવું તો એને પણ હતુજ નક્કર સમયે,
એ પણ આ બદલાવની જ રાહ જોતી હતી,

કેટલાય લોકોને મોહમાં આંધળા બનાવી,
આખર એ પણ ક્યાં ખુલી શ્વાસ લેતી હતી,

ફરતી થઈ ગઇ છે આજ લોકોના હાથોમાં,
બિચારી તિજોરીના ખાના જ જોતી હતી,

લે આખર દયા કેમ ન આવે એનેય આમ,
ગરીબની વ્યથાઓ પર તો એય રોતી હતી,
———————————————
~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧:૨૯ બપોર, ૧૩/૧૧/૨૦૧૬ )
———————————————
© Poem No. 264
Language – Gujrati
———————————————

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s