૨૬૫. કમાલ થઈ ગઇ…
———————————————
ગરીબની હાલત જોને કમાલ થઈ ગઇ,
માલકિન હતી એ આજે હમાલ થઈ ગઇ,

રાત્રે સુતા રહ્યાં ઘસઘસાટ એ ગરીબો,
અમીર લોકોની જ ઉંઘ હરામ થઈ ગઇ,

ધમધમતા રહેતાં એ મોટા મોંઘા મોલ,
એજ પૈસાદાર પ્રજા સુમસામ થઈ ગઈ,

પહેલા પૈસા હોવાં છતાં રોતી હતી પ્રજા,
એ હવે પૈસા બદલવા દલાલ થઈ ગઇ,

કર્મચારી બિચારા પગાર વધારે રોતા,
મોટી નોટોમાં એ હવે હલાલ થઈ ગઈ,

જ્યા કતારો ભાગ્યે જ પૈસા ભરનારની,
આજે ભરવા માટે પણ બબાલ થઈ ગઈ,

પૈસાની કિંમતો ગરીબો ને લલચાવતી,
આજતો ખુશીની એમા કમાલ થઈ ગઇ,
———————————————
~ સુલતાન સિંહ ‘જીવન’
( ૪:૨૯ બપોર, ૧૩/૧૧/૨૦૧૬ )
———————————————
© Poem No. 265
Language – Gujrati
———————————————

Advertisements