૨૬૨. સંબંધોનો સાર
———————————————
આપણાં સંબંધના ઇતિહાસનો આ સાર છે, **
ભુલ નથી આ ખુદાની, કર્મનો જ પલટવાર છે,

વિચાર્યા કરતો હતો, આ લોઇ ક્યાંથી વહે છે,
સહારા માટે એણે આપેલા હાથમાં તલવાર છે,

નથી આ માત્ર પરસેવાના જ સરતા ટીપાંઓ,
તારી આંખે વહેતા યાદોના આંસુઓ અપાર છે,

હવે જરુર નથી તારે કટારની ઘાયલ કરવા,
તારી નજરો પણ, ક્યાં હવે ઓછી ધારદાર છે,

કદાચ હશે આ કોઈ ચોકીનો ઇન્સપેક્ટર ખુદા,
આજની પ્રજા સામે બિચારો હવે હવલદાર છે,

ધન, દોલતમાં પણ કોઇક પાસે તો કાઈ નથી,
ક્યાંક એવાં છે ઢગ કે સામે તો ખુદા નાદાર છે,
———————————————
~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૧:૨૧ રાત્રે, ૦૯/૧૧/૧૬ )
———————————————
© Poem No. 262
Language – Gujrati
———————————————

Advertisements