મારુ મહેસાણા હવે મોટુ થતુ જાય છે…

(H/D) મારુ મહેસાણા હવે મોટુ થતુ જાય છે…

ક્યાંક આમજ નાનકડું ગામ બંધાય છે,
અને સમય જતા તે શહેરમાં ફેરવાય છે,
જ્યા નગરપાલિકાનો વિસ્તાર હતો પહેલા,
મહાનગર પાલિકામાં હવે બધુ ફેરવાય છે,
મારુ મહેસાણા હવે… … …

જુના અને તૂટેલા રસ્તાઓ હવે સંધાય છે,
ચોકડીથી ચોકડી સુધી મારગો બંધાય છે,
રાધનપુર, મોઢેરા, અને પાલાવાસણાએ,
નીત નવી પોલીસની ચોકીઓ બંધાય છે,
મારુ મહેસાણા હવે… … …

જુના પુરાણા મકાનો ગાયબ થાય છે,
નીત નવાજ બંગલા હવે તો દેખાય છે,
નવીન ઇમારતો રોજે રોજ સંધાય છે,
જ્યારે પ્રાચિન વિરાસતો વિસરાય છે,
મારુ મહેસાણા હવે… … …

પહેલા સમસાન હતુ જૂનું અને પુરાણું,
હવે ત્યાં આધુનિક મુક્તિધામ દેખાય છે,
ને જ્યા ભૂતકાળમાં અદભુત વાવ હતી,
હવે કચરાના ઢગલા જ ત્યાં ખડકાય છે,
મારુ મહેસાણા હવે… … …

ક્યારેક અહિં સામાન્ય ડેપો માત્ર હતો,
હવે એરપોર્ટ જેવું સ્ટેશન શરૂ થાય છે,
બસ માટે પડાપડી કરતા જોયા હતા,
હવે બસની કતારો જામતી દેખાય છે,
મારુ મહેસાણા હવે… … …

કોર્ટ રોડને રાજમહેલ રોડ કહેવાય છે,
એટલે ગાયકવાડ મહેલ ઓળખાય છે,
કેટલાય દફતર એક મકાનમાં જ હતા,
દફતરોની અલગતા હવે જળવાય છે,
મારુ મહેસાણા હવે… … …

બાર ગામની બોલીઓ ભલે ભૂલાય,
મહેસાણી આખા જગમાં પરખાય છે,
સંતોષના દાળવડા જ વખણાતાં પેલા,
કિશન દાબેલી હવે જાણીતી થાય છે,
મારુ મહેસાણા હવે… … …

જ્યા અલ્ટોને મારુતિ ૮૦૦ ફરતી હતી,
હવે BMW અને વોલ્વો ફરતી દેખાય છે,
પહેલા માંડ ડેરીનું દૂધ મળી શકતું હતુ,
હવે ૨૪ કલાક દૂધ ઘેર આવી જાય છે,
મારુ મહેસાણા હવે… … …

ક્યારેક હતુ શહેર મહેસાણા વાસીઓનું,
હવે કોઈના બાપની જાગીર ગણાય છે,
ક્યારેક શાંતિનું પ્રતીક હતુ મારુ શહેર,
હવેતો તોફાનોનું મુળ કેન્દ્ર ગણાય છે,
મારુ મહેસાણા હવે… … …

જ્યા ગૃહમંત્રી ગણાતા સમ્માનીય જન,
એમનાં ઘરે પણ હવે આગ ચંપાય છે,
પહેલા સલામતી હતી રાત્રે પણ રસ્તે,
હવે ધોળા દિવસે પણ એસિડ ફેંકાય છે,
મારુ મહેસાણા હવે… … …

પહેલા અહિં માત્ર કાચા રસ્તાઓ હોતા,
હવે વર્ક ઇન પ્રોગ્રેસ હંમેશ દેખાય છે,
જ્યા મોલ નામે કૌતુક હતુ લોકોમાં,
હવે શહેરમાં મોલ હવે રોજ બંધાય છે,
મારુ મહેસાણા હવે… … …

વસ્તીના વ્યાપ સાથે કામ ભલે વધે,
તંત્ર કદાચ મંદબુદ્ધિનું બનતું જાય છે,
પહેલા તો પાસ થાય છે ટેન્ડર રોડનાં,
પછી ત્યાંજ ગટર લાઈનો ખોદાય છે,
મારુ મહેસાણા હવે… … …

પૈસાદાર દાન કરતા સૌવાર વિચારે,
અહિં ભિખારી સોનુ દાન કરી જાય છે,
રાજનીતિમાં ઓછો હતો ને દબદબો,
હવે પ્રધાનમંત્રી પોતે અહીંના જાય છે,
મારુ મહેસાણા હવે… … …

રબારી લોકોના ઘરે જ શોભતી ગાયો,
હવે ઠેરઠેર રસ્તે એ રખડતી દેખાય છે,
માણસ બનતો જાય છે અહિં વિકસિત,
ઢોરો બિચારા ગરીબીમાં ધકેલાય છે,
મારુ મહેસાણા હવે… … …

તોરણવાળી માતને આશિર્વાદે હવે તો,
૬૫૯મો સ્થાપના દિન પણ ઉજવાય છે,
અવકાશયાત્રી પણ થયા છે મહેસાણાના,
cm અને hm, હવે dy Cm પણ નીમાય છે,
મારુ મહેસાણા હવે… … …

મારુ મહેસાણા હવે… … …
———————————————
~ સુલતાન સિંહ ‘જીવન’
( half post on – ૭ નવેમ્બર ૨૦૧૬ )
———————————————
આ કવિતા હજુ લાંબી હોઇ શકે છે. અત્યારે અધૂરી જ લખાઈ છે. છતાં મુકી રહ્યો છું…
———————————————
http://wp.me/p7JlAn-cv

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s