૨૬૧. ન કર વાત…
——————————-
વાતો જ ન કરીશ તુ અભિમાનની,
પરવા કર તુ તારા સ્વાભીમાનની,

એક રસ્તે મળે ભલે ધિક્કાર સદા,
બીજે રસ્તે વાત થશે સમ્માનની,

કરીશ નહીં તુ હવે કોઈ એવાં કર્મ,
જેથી થશે વાત તારા અપમાનની,

નથી ખબર હવે કોણ બોલાવે છે,
કરશે વાત પછી આવી ફરમાનની,

કોઈ કહેને, ખોટું લાગે તો પણ ઠીક,
વાત છે આ માત્ર તારા સ્વમાનની,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૦:૩૪ રાત્રે, ૦૭/૧૧/૧૬ )
——————————-
© Poem No. 261
Language – Gujrati
——————————-

Advertisements