૧. શીર્ષક – ધર્મ અને જાત..
———————————————
‘આ બધુ શુ છે…?’ શસ્ત્રોનાં વેપારીની પત્નીએ પતિને ઘર અંદરથી લોક કરી દેતા પુછ્યું.

‘જરાય બહાર નીકળવાનું નથી હવે આ રમખાણો પૂરા થાય ને ત્યાં સુધી.’ વેપારી આટલું કહીને ખુરશી પર ગોઠવાયો.

‘આજે આવા નાટકો થવાના હતા એટલે કાલે વેપાર સારો હતો એમ તમારે…?’

‘મને શુ ખબર ભાગ્યવાન બંને જ્ઞાતિના લોકો ધર્મની અને ધર્મગ્રંથોની વાતો કરતા હતાં. કોઇક કુરાનની પવિત્રતાની વાત કરતું હતુ કોઈ ગીતાના અધ્યાત્મની. પણ કોઇએ જાતે કદી વાંચી જ નહીં હોય એવી મને શુ ખબર…?’ વેપારી શાંત થઈ પંખા સામે જોઇ રહ્યો.

લાસ્ટ સીન:-

‘આ જોઇ બિચારા અલ્લા ને ભગવાન બેય માથે હાથ દઇ કહેતાં હશે કે શુ માણસજાત ઘડી છે. કવર જોઇ ધર્મને નામે લડ્યા કરે દોસ્ત આપણી એકરૂપતા વિશેના વિચારો કુરાન કે ગીતામાં કોઈ વાંચે ક્યાં છે.’

———————————————
– સુલતાન સિંહ ‘જીવન’
( ૧૦:૧૪ સવારે, ૩ નવેમ્બર ૨૦૧૬ )
———————————————
[માઇક્રોફિક્શન વાર્તા – ૧]

Advertisements