૨૫૨. વહી જાય છે આંસુ
——————————-
આંખોથી સરકતા રહીં જાય છે આંસુ,
દિલમાં પછી ડામ દઇ જાય છે આંસુ,

ક્યાં શુકુન મળે એકાંતમાં રડવાથી,
કટાર બનીને ભોકાઇ જાય છે આંસુ,

વેદનાનાં જામ છલકાવે છે ક્યારેક,
ખુશીમા પણ ઉભરાઇ જાય છે આંસુ,

ક્યા કોઈકની યાદમાં જ વહેતા રહે,
ભૂલવાની વાતે ટપકી જાય છે આંસુ,

વ્યથાઓ ઓછી હોય છે પારકાઓની,
પોતાના જ અહિં આપી જાય છે આંસુ,

દુઃખ હોય ત્યારે આવે ભલે આંખોથી,
વ્યથાને ઓસરાવી ને જાય છે આંસુ,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૫:૨૪ સાંજે, ૨ નવેમ્બર ૨૦૧૬ )

[Note – કાવ્યગોષ્ઠી નવેમ્બર ૨૦૧૬નાં શબ્દસર્જન માટે લખેલ રચના]

——————————-
© Poem No. 251
Language – Gujrati
——————————-

Advertisements