249. દેખાય છે મહેસાણામાં…
———————————————
આંખોમાંથી તું કેમ ઓઝલ થઈ જાય છે મહેસાણામાં,
તારી યાદો તો હજીયે તાજી થઇ જાય છે મહેસાણામાં,

પહેલા મળતી તું માળીયા જેવા નાનકા ઘરની છતે,
હવે અમીરીથી અંજાયેલ કેમ દેખાય છે મહેસાણામાં,

ભૂલી જવાય ઘર અને ફળીયું પૈસાની મોહમાયામાં,
બાળપણ આજ પણ શેરીએ દેખાય છે મહેસાણામાં,

જન્મસ્થળ છે ભૂમિ અને જેનો ગર્વતો હંમેશ જ મને,
થતા ઘણાં બદનામ હવે તો દેખાય છે મહેસાણામાં,

ક્યારેક સાથે રમતા, ભમતા અને ઝઘડી પણ લેતા,
સંબંધમાં હવે આવતી દુરીઓ દેખાય છે મહેસાણામાં,

જ્યા જ્યા ખુંદેલા ખેતરો, કોતરો અને સપાટ મેદાનો,
ઉભેલી ઉંચી ઇમારતો હવે તો દેખાય છે મહેસાણામાં,

કેટલી સારી હતી પહેલા જૂનવાણી મારી એ દુનિયા,
હવે તો આભાસી નવીનતા જ દેખાય છે મહેસાણામાં,

© સુલતાન સિંહ ‘જીવન’
( ૧:૪૩, ૩૦ ઓકટોબર ૨૦૧૬ )
———————————————
© Poem No. 248
Language – Gujrati
———————————————

Advertisements