245. ભુલાઈ ગઇ છે…
——————————
દુનિયાને પણ કદાચિત આજકાલ,
સમયની સારવાર ભુલાઈ ગઇ છે,

દિલમાં સળવળાટ તો અપાર હતો,
વેદનાઓ પારાવાર ભુલાઈ ગઇ છે,

પ્રથમ વખતે સોંસરવી થઈ હતી,
નજરો એ ધારદાર ભુલાઈ ગઇ છે,

એણે ઓચિંતા દિલમાં કરેલો ઘા,
તલવાર આરપાર ભુલાઈ ગઇ છે,

બનેલો શાયર મરીઝ ને ઘાયલ,
શબ્દોની વણજાર ભુલાઈ ગઇ છે,

રખડ્યો ‘જીવન’ સાબિતી આપવા,
પડેલી ત્યારે માર ભુલાઈ ગઇ છે,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૮:૪૧, ૨૭ ઓક્ટોબર ૨૦૧૬ )
——————————
© Poem No. 245
Language – Gujrati
——————————

Advertisements