236. વિચાર મનોમંથન
———————————————
યુદ્ધ મેદાને ગરજતો શંખનાદ બની જા,
લડી લઈશ કુરુક્ષેત્રમાં તું હુંકાર બની જા,

તૈયાર તો છેને, માધવ સાથે લડી લેવા,
કાં’તો સારથી કાં હવે ભગવાન બની જા,

એક પક્ષે ઊભેલા દુષ્કર્મોને હરાવા કાજે,
સામે રહીને તું સત્કર્મની ફૂંકાર બની જા,

મૌન રહીને ગણું સહ્યુ છે તમે અને અમે,
અર્જુન હું ને કૃષ્ણ તુ બળવાન બની જા,

સામે આવે જ્યારે જ્યારે દુશ્મન મેદાને,
તું તારણહાર કાં’તો મારણહાર બની જા,

ભલે સામે લોખંડી દિવાલો કેમ ન હોય,
હું ધનુષ અને તું અભેદ બાણ બની જા,

યુદ્ધ મેદાને તું મોતનો હાહાકાર બની જા,
કાં અંતપળે વેદનાનો સૂનકાર બની જા,

( કાં – અથવા પછી, માધવ – સ્વયં )

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧:૩૫, ૨૫ ઓક્ટોબર ૨૦૧૬ )
———————————————
© Poem No. 236
Language – Gujrati
———————————————

Advertisements