239. છૂટતી જીવન ઘડીઓ..
———————————————
સદંતર વહેતાં સમયના વહાવે,
પાછળ છૂટતી પટકાતી હવામાં,
કૃત્રિમ જગતના ઘડેલા યંત્રોમાં,
અંતરંગ યાદો પણ સતત ભુલાતી,
વિસરતિ, પાછળ છૂટતી જ જાય છે,

અને માયાજાળમાં અટવાયેલો,
ફસાયેલો અને લાચાર બનેલો,
આ માનવી સતત પળેપળ કંઇક,
છોડતો, મુકતો, જીવનમાં ખોતો,
આગળ જ આગળ વધતો જાય છે,

કંઇક રહે છે એ માર્ગ પર નિઃસહાય,
પડેલી યાદો, જૂરતી તડપતી વાતો,
અને કચકડાના તૂટેલા ટુકડા સમી,
વસમી અને અણગમતી એ યાદો,
આંખો સામે જીવંત બનતી જાય છે,

ક્યારેક નફરત અને પ્રેમ હોય છે,
તો અમુક પ્રણય, વિરહની યાતના,
ક્યાંક સ્પંદન અને ક્યાંક સંવેદન,
પ્રેમના ગીતો અને જુદાઇનાં કંપન,
ફરી જીવનની સુકાન છૂટતી જાય છે,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૭:૩૪, ૨૫ ઓક્ટોબર ૨૦૧૬ )
———————————————
© Poem No. 239
Language – Gujrati
———————————————

Advertisements