233. જો બકા તકલીફ તો રહેવાની,
———————————————
મુશ્કેલીઓ જીવનમાં આવશે, તોય હસતા મુખે જ છે એને સહેવાની,
ચિંતા કેમ? આવે તો મુશ્કેલી સહેવાની, જો બકા તકલીફ તો રહેવાની,

વારંવાર એની યાદો ભલે દોડી આંખો સામે ઠુંઠાની જેમ ઊભી રહે,
ભુલાવી પળભર ને મોજ તો કરવાની, જો બકા તકલીફ તો રહેવાની,

ક્યારેક કરે છે વિચાર જવાબ આપવામા, ક્યારેક એ પણ ભૂલવાની,
યાદ કરી કરી પછી એ પણ ઝુરવાની, જો બકા તકલીફ તો રહેવાની,

કહે છે પ્રેમ તો કરૂ છું, પણ આ દુનિયા અને પરિવારથી જ બસ ડરું છું,
મજા તો અલ્લડ પણે જ પ્રેમ કરવાની, જો બકા તકલીફ તો રહેવાની,

હવે તો કુદરતે પણ આપ્યો છે જો રૂડો અવસર આ નોરતે મળવાનો,
મળી લેશું પછી ભલે ન કાયમ મળવાની, જો બકા તકલીફ તો રહેવાની,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૨:૪૧, ૧૫ ઓક્ટોબર ૨૦૧૬ )
———————————————
© Poem No. – 233
Language – Gujrati
———————————————
કાવ્ય લેખન શિબિર દરમિયાન કવી અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહાં સાહેબના એક વાતમાં આવેલ વિચાર પરથી લીધેલ આ પંક્તિ ‘જો બકા તકલીફ તો રહેવાની’
———————————————

Advertisements