જોધપુર અપ (અમદાવાદ-જોધપુર)

232. જોધપુર અપ (અમદાવાદ-જોધપુર)
———————————————
આ સરસરાટ કરતો જે સામે આવી,
આમ પથરાઇ જાય છે,
શુ એ માત્ર સૂરજનો પ્રકાશ છે,
કે તારો પ્રેમ એની અજવાશ લઈ,
પછી જ મારી સામે,
મીટ માંડીને બેસી જાય છે…???

આ ફરફર કરતો પવન અફળાય છે,
ઓચિંતા બારીના બખોલ માંથી,
શુ એ માત્ર લહેરાતો પવન છે,
કે તારી યાદોની ગતી ધરી લઇ,
પછી જ મારા ગાલે,
ચુંબનો વારંવાર કરીને જાય છે…???

આ હવા આવરણમાં વ્યાપ્ત સુગંધ,
આજે વારંવાર અનુભવાય અહિં,
શુ આ માત્ર કુદરત કમાલ છે,
કે તારા કંચન દેહની સુવાસ લઇ,
પછી જ મારા વ્યક્તિત્વમાં,
અનુભૂતિઓ હજાર આપી જાય છે…???

આ ઓચિંતા પાસેથી પસાર થતી ટ્રેન,
એ અવાજો કાનમાં પછડાય છે,
શુ માત્ર આ એનું હોર્ન વાગે છે,
કે તારા દિલમાં પછડાતી સુરસરગમ,
અને મારામાં સમાઈ જઈ પછી,
આનંદ કેટલો અપાર આપી જાય છે…???

જાણે તુજ છે પથરાયેલા પ્રકાશે વ્યાપ્ત,
એ હવાની લહેરમાં સ્પંદન સમી,
માત્ર જાણે મહેકતી સુવાસમાં,
પછી હાલ સરેલિ ટ્રેનનાં અવાજમાં,
અને અસ્તિત્વમાં આરપાર થઈ,
તારો જ પ્રેમ વારંવાર આપી જાય છે…???

~ સુલતાન સિંહ ‘જીવન’
(સ્થળ – બારી પાસે : ગુજ-રાજ ટ્રેન)
( ૧૧:૪૦, ૧૮ ઓક્ટોબર ૨૦૧૬)

———————————————
© Poem No. 232
Language – Gujrati
———————————————

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s