230. શીર્ષક – ચો જ્યાં તા…
———————————————
બોલાવ્યા તેં દી નો આવ્યાં, ચો જ્યાં તા,
આમ ઓચિંતા ભુલાવી તમે, ચો જ્યાં તા,
એક તો વરસાદ, ને ગરબામાં કોઈ નઈ,
બોલાવી લઇ ને પછી તમે, ચો જ્યાં તા,
કાદેવ કિચડની વાત હું નથી કરતો હવે,
હાજર હતાં નઈ તો એકલા, ચો જ્યાં તા,
કેતા હતાં આવ ગુમીશુ રાસગરબા સાથ,
જ્યારે દાંડિયા લાવ્યા તમે, ચો જ્યા તા,
ફેરફુદરડી ફરવાનું કહેતી હતી સાથે રહીં,
જ્યારે ઢોલધબકારા વાગ્યા, ચો જ્યા તા,
લ્યો અમે છેક છેલ્લે સુધી રાહ જોયા કરી,
તમે આવીને આમ ઓચિંતા, ચો જ્યા તા,
આજે છેલ્લો જ તો દિવસ હતો ગુમવાનો,
સોસાયટી મુકીને આજ તમે, ચો જ્યા તા,
~ સુલતાન સિંહ ‘જીવન:
( ૧૨:૧૦, ૧૨ ઓક્ટોબર ૨૦૧૬)
———————————————
© Poem No. 230
Language – Gujrati
———————————————
Advertisements