તૈયારી ન હોય…

224. શીર્ષક – તૈયારી ન હોય…
––––––––––––––––––––––––––––––––
આજ પણ બસ
આવી અને ઊભી રહી,
જોઇ રહીં હતી એ,
જાણે કંઇક કહેવાની
તૈયારી જ ન હોય,

મૂંઝાયેલી હતી આંખો,
કદાચ સંપર્કની કડીઓ,
વેદના અને સંવેદના,
વ્યથાઓ તૂટવાની,
તૈયારી જ ન હોય,

એની આંખોમાં ફૂટેલા,
અને ભાંગી પડેલા,
કાચની જેમ દુખવાની,
અશ્રુઓ સરવાની હવે,
તૈયારી જ ન હોય,

એણે કહેવું હતુ કંઇક,
પણ એનાં શબ્દોમાં,
અધૂરપ અને દર્દ,
આંખેથી વહી જવાની,
તૈયારી જ ન હોય,

કંઇ કેટલી વાસ્તવિકતા,
પ્રેમની ઇચ્છાવૃત્તિ,
છતા લાગણીના ઉઝરડા,
વિકારના વળગણ થવાની,
તૈયારી જ ન હોય.

લાગણીના તંતુ તોડી,
પ્રેમનો પ્રકાશ છોડી,
એકાંતનાં ઓટલે હવે,
છેલ્લાં શ્વાસ છોડવાની,
તૈયારી જ ન હોય…

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૨:૩૦, ૯ ઓક્ટોબર ૨૦૧૬ )
––––––––––––––––––––––––––––––––
© Poem no. 224
Language – Gujrati
––––––––––––––––––––––––––––––––

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s