સરજીકલ સટ્રાઇક…

215. શીર્ષક – સરજીકલ સટ્રાઇક
———————————————

ઓચિંતા એનાં વિચારો દિલમાં આવે,
ને આમ લાગણીઓને તડપાવે ત્યારે,
એને સરજીકલ સટ્રાઇક કેમ ન કહેવાય…?

ભલે ને દેશની સીમાઓ પર નહીં થાય,
દિલની દુનિયા જ આવી લૂંટી જાય ત્યારે,
એને સરજીકલ સટ્રાઇક કેમ ન કહેવાય…?

એ આમજ આવી જાય લાગણી વિહીન,
પછી એમા પ્રેમના હમલા કરી જાય ત્યારે,
એને સરજીકલ સટ્રાઇક કેમ ન કહેવાય…?

આવા સમયે દિલની વ્યથા પર સવાલ,
જવાબો, ને પ્રુફ પણ કોઈ ન માંગે ત્યારે,
એને સરજીકલ સટ્રાઇક કેમ ન કહેવાય…?

વાત માત્ર અહિં અંદર ઘૂસી જવાની નથી,
પ્રેમના નામે દિલને દૂભાવી જાય છે ત્યારે,
એને સરજીકલ સટ્રાઇક કેમ ન કહેવાય…?

જીવનબાગની એકધારી ચાલતી સફરમાં,
એ સુગંધ ફેલાવી, ફૂલોનો વિનાશ કરે ત્યારે,
એને સરજીકલ સટ્રાઇક કેમ ન કહેવાય…?

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૨:૧૨, ૫ ઓક્ટોબર ૨૦૧૬ )

———————————————
© Poem No. 215
Language – Gujrati
———————————————
https://vichaarvrund.wordpress.com
———————————————

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s